વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ પેપરમીલના લેબર ક્વાર્ટરમાં રહેતી શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય બાળકીનું ૧૫ દિવસની બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક બાળકીની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે સ્પેન્ટો પેપરમીલની લેબર કોલીનીમાં રહેતી લાલતી સુનીલભાઇ રામપ્રસાદ રાવત ઉવ.૧૩ મૂળ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જીલ્લાના રાનીગંજ ગામના રહેવાસી એવા શ્રમિમ પરિવારની દીકરી છેલ્લા ૧૫ દિવસથી બીમાર હોય ત્યારે તે બીમારી સબબ તેણીનું મૃત્યુ નિપજતા પરિવારજનો દ્વારા તેની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવની અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.