વાંકાનેર ટાઉનમાં ભાટીયા સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં સીટી પોલીસ ટીમે દરોડો પાડી વિદેશી દારૂની નાની-મોટી ૨૭૯ નંગ બોટલ કિ.રૂ.૧.૦૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી મકાન-માલીક હાજર નહિ મળી આવતા તેને પોલીસે આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસે પૂર્વ બાતમીને આધારે ભાટીયા સોસાયટી સ્મશાન પાસે આવેલ આરોપી મુકેશ ઉર્ફે ગોગન સુરેશભાઈ ઉર્ફે બાબુભાઇ તુવારના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની નાની-મોટી ૨૭૯ બોટલ કિ.રૂ.૧,૦૪,૦૫૦/-નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી મુકેશ ઉર્ફે ગોગન હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુણી નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









