વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના ધમલપર-૨ ગામમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા મંગાભાઈ દેવજીભાઈ કરપૈયા ઉવ.૭૦ રહે. ગામ વાંકાનેર ધમલપર-૨, રાજેશભાઈ કાળુભાઈ રાઠોડ ઉવ.૩૮ રહે.વાંકાનેર, ધમલપર-૨, રમેશભાઈ અમરશીભાઈ મેર ઉવ.૫૦ રહે.વાંકાનેર, રાજેશભાઈ વલ્લભભાઈ ઝીંઝરિયા ઉવ.૪૩ રહે વાંકાનેર તથા ધીરુભાઈ ગાંડુભાઈ સનુરા ઉવ.૬૫ રહે.વાંકાનેર ધમલપર-૨ વાળાને રોકડ રૂપિયા ૬,૧૮૦/- સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે વાંકાનેર સીટી પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






