વાંકાનેર સીટી પોલીસે મોમીન શેરી જુમ્મા મસ્જિદની પાસે ખુલ્લા પટ્ટમાં તીનપત્તિનો જુગાર રમતા ૭ ઇસમોને રોકડા રૂ.૮૦ હજાર સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર ટાઉન વિસ્તારમાં સીટી પોલીસ પેટ્રોલિંગના હોય તે દરમિયાન મોમીન શેરી જુમ્મા મસ્જિદ પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક શખ્સો પૈસાની લેતી દેતીનો જુગાર રમતા હોય જેથી તુરંત તે જગ્યાએ રેઇડ કરતા, ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા જાકીરહુશેન ઇસ્માઇલભાઈ મેસાણીયા ઉવ.૬૦ રહે. વાલાસણ, આહમદભાઇ ઉસ્માનભાઇ શેખ ઉવ.૫૦, સલીમભાઈ ઇબ્રાહીમભાઈ થીમ ઉવ.૪૫, સાકીરભાઈ સકીલભાઇ મેસાણીયા ઉવ.૩૧, જુબેરભાઈ અબ્દુલકરીમભાઇ બોરડીવાલા ઉવ.૩૫, ફયાજહુશેન મહમંદ હનીફભાઈ કડીવાર ઉવ.૨૯, જાકીરભાઈ ઉસ્માનભાઈ ભોરણીયા ઉવ.૫૨ તમામ રહે. વાંકાનેર વાળાને રોકડા રૂ. ૮૦,૧૦૦/- સાથે રંગેહાથ પકડી લઈ તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.









