Saturday, February 28, 2026
HomeGujaratવાંકાનેર: હિટ એન્ડ રનમાં બોલેરોની હડફેટે ૮૨ વર્ષીય વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત

વાંકાનેર: હિટ એન્ડ રનમાં બોલેરોની હડફેટે ૮૨ વર્ષીય વૃદ્ધ ગંભીર ઇજાગ્રસ્ત

વાંકાનેર-મોરબી હાઇવે ઉપર જસદણ સીરામીકની ઓફીસ સામે રોડ ઓળંગી રહેલ ૮૨ વર્ષીય રામજીભાઈ જીવનભાઈ ધરજીયા રહે.વીસીપરા દૂધની ડેરી સામે વાંકાનેર વાળાને બોલેરો ચાલકે હડફેટે લેતા રામજીભાઈને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત રામજીભાઈને પ્રથમ વાંકાનેર સિવિલ બાદ મોરબી ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધને હાથ-પગ તથા પાસડીના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ સારવાર ચાલુ હોય અને હાલ ઇજાગ્રસ્ત રામજીભાઈ બેભાન હાલતમાં હોય ત્યારે ઇજાગ્રસ્તના પુત્ર સુરેશભાઈ રામજીભાઈની ફરિયાદને આધારે બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૪૬૭૨ ના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી ગયેલ બોલેરો ચાલક આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!