વાંકાનેર:છકડો રીક્ષામાં આગળ પેટી ઉપર બેઠેલા ૧૦ વર્ષીય તરુણ અચાનક રીક્ષામાંથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં માસુમનું પ્રાણ પંખેરૂ ઉડી જતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના માણેકવાળા ગામે રહેતા ગોપાલભાઈ વિહાભાઈ વીંજવાડીયા ઉવ.૧૦ ગઈકાલે તા.૧૧ માર્ચના રોજ વાંકાનેર તરફ છકડો રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૧૨૨૩ વાળીમાં આગળ પેટી ઉપર બેસી જતા હોય તે દરમ્યાન વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર નીર્મલા કોન્વે સ્કુલ પાસે અચાનક છકડો રીક્ષામાંથી નીચે પડી જતા માસુમ ગોપાલને માથામાં પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જેથી તેને પ્રથમ સારવાર અર્થે વકાનરર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, જયતજી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હોય ત્યારે રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા પાસે પહોચતા ગોપાલનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવને લઈને વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી છે.