વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે માટેલ ગામ નજીક સનપાર્ક સીરામીક પછ વોકળાના કાંઠા નજીક રેઇડ કરતા પોલીસને આવતી જોઈ એકટીવા રજી.નં. જીજે-૩૬-એકે-૪૩૨૦ વાળો દેશી દારૂનો જથ્થો મૂકીને નાસી ગયો હતો, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ૫૦ લીટર દેશી દારૂ અને એકટીવા સહિત કુલ કિ.રૂ. ૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ એકટીવા મોપેડના રજી.નં. આધારે આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.