વાંકાનેર ટાઉન નજીક ગ્રામ્યમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના હેતુસર ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ ભોગ બનનારના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના લાલપર નજીક આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકની ૧૬ વર્ષીય દીકરીને ગઈ તા.૨૨/૦૩ ના રોજ લગ્નની લાલચ આપી, લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદા સાથે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જનાર શુકુ ગાડરીયા ઉર્ફે શુકુ બિલાલા રહે. લીલાપર ગામની સીમમાં રાધે ફમ મૂળ રહે. ગુણુ રાજસ્થાન વાળા વિરુદ્ધ ભોગ બનનારના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા, વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.