મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઝાંપા પાસે આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૦૩-જેસી-૫૫૪૪ના ચાલકે કારમાંથી કોઈ કારણોસર પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૨૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ફેંકી દેવામાં આવ્યો હતો. જે બાદ કાર ચાલક પોતાની આઈ-૨૦ કાર જોધપર ગામના ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના ગ્રાઉન્ડની સામે રોડ ઉપર રેઢી મૂકી ચાલ્યો ગયો હતો. જે અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ દેશી દારૂનો જથ્થો તેમજ આઈ-૨૦ કાર જેની કુલ કિ.રૂ. ૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.