Sunday, October 6, 2024
HomeGujaratવાંકાનેર:પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા ખેડૂત સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર:પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતા ખેડૂત સામે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગાંગીયાવદર રોડ વચ્ચે આવેલ ખેતરમાં સિંચાઈ માટે થતી હતી પાણી ચોરી

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં જૂથ યોજના હસ્તકની પાઇપલાઇનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી પીવાનું પાણી ખેતરમાં સિંચાઈ માટે ઉપયોગમાં લઇ પાણી ચોરી કરતા હોવાનું મળી આવતા પાણી ચોરી કરતા ખેડૂત સામે વાંકાનેર તાલુકામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમગ્ર પાણીચોરીની ફરિયાદની મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગાંગીયાવદર રોડ વચ્ચે આવેલ ખેતરના માલિકે વાંકાનેર જૂથ યોજના હસ્તકની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કરી પાણીની ચોરી કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર યોજના બોર્ડ દ્વારા પાઈપલાઈનની નિભાવાની અને જાણવણી માટેન ફોનિક્સ પ્રાઇવેટના કર્મચારી રવીરાજસિંહ દોલતસિંહ બારડ ઉવ.૨૫ રહે. પટેલ પાર્ક-1, ગિરનાર સોસ.ની બાજુમા, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટવાળાએ આરોપી અશોકભાઈ પરસોતમભાઈ અણીયારીયા રહે.કાછીયાગાળા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત બનાવની ફરિયાદમાં જણાવાયું કે આરોપીએ અશોકભાઈએ વાંકાનેર જુથ યોજના હસ્તકની પાઇપ લાઇનમા વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગાંગીયાવદર રોડ વચ્ચે આ કામના આરોપીએ પીવાનુ પાણી પોતાની માલીકીના ખેતર (સર્વે નં-૧૭૭ પૈકી ૭/પૈકી ૧)માં સિંચાઇ માટે પાઈપલાઈનમાં ગૅરકાયદેસર રીતે ભંગાણ કરી પાણી ચોરી કરી પાણીનો બગાડ કરી જાહેર મીલકતને નુકશાન કરી મળી આવતા તેન સામે ફરિયાદ નોંધાવી છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સરંક્ષણ)અધિનિયમ તેમજ ધ પ્રિવેન્સન ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!