વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાતીદેવરી ગામે પડોશમાં રહેતા શખ્સને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ એક સંપ કરી પીડિત પાડોશી યુવક અને તેના પરિવારને ગાળો આપી લાકડીઓથી ફટકારતા ભોગ બનનાર યુવક દ્વારા ત્રણેય આરોપીઓ સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગઈકાલ તા.૯ ડિસેમ્બરની સાંજે ફરીયાદી નીતીનભાઇ કાન્તીભાઇ વોરાના ઘર પાસે ગાળો બોલતા હોય જે બાબતે નિતીનભાઈએ વાંધો ઉઠાવી વિરોધ કરતા પાડોશી ત્રણેય શખ્સો કાળુભાઇ વીપુલભાઇ વોરા, જયસુખભાઇ ગોવીદભાઇ વોરા તથા ધમો અશોકભાઇ વોરા રહે. રાતીદેવરી તા.વાંકાનેરવાળાએ ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી લાકડી વડે પગમા તથા વાસાના ભાગે મુઢ માર મારી શરીરે મુંઢ ઇજા કરી ગુન્હામા એકબીજાને મદદગારી કરી હતી, જે મુજબની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.