Sunday, February 8, 2026
HomeGujaratવાંકાનેર: જોધપર ગામ બ્રિજ ઉપર ડમ્પરની અડફેટે બલેનો કાર પલટી, એકને ગંભીર...

વાંકાનેર: જોધપર ગામ બ્રિજ ઉપર ડમ્પરની અડફેટે બલેનો કાર પલટી, એકને ગંભીર ઇજા

વાંકાનેર તાલુકાના જોધપર ગામ હાઇવે બ્રિજ ઉપર બેદરકારીથી ચાલતા ડમ્પરે અચાનક કાવુ મારતા બલેનો કારને સાઈડમાંથી ઠોકરે ચડાવતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એકને ગંભીર ઇજા પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, તારીખ ૩૦/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે ૧૧ વાગ્યાના સમયે રાજકોટથી વાંકાનેર તરફ આવતી બલેનો કાર રજી. નં. જીજે-૦૩-એલબી-૭૯૫૯ વાંકાનેર તાલુકાના જોધપર ગામના હાઇવે રોડ બ્રિજ ઉપર પહોંચતા અકસ્માત સર્જાયો હતો. કારમાં ફરીયાદી સંજયભાઇ મુળુભા સોલંકી ઉવ.૫૪ રહે.કાલાવાડ રોડ સ્વામીનારાયણ મંદિર મહીલા કોલેજ પાછળ સેતુબંધ સોસાયટી રાજકોટ વાળા તથા તેમના મિત્રો મુસાફરી કરી રહ્યા હતા અને વાહન ફરીયાદીના પુત્ર દિવ્યરાજસિંહ ચલાવી રહ્યા હતા. બલેનો કાર રોડની વચ્ચેની લેનમાં ચાલી રહી હતી, ત્યારે ડિવાઇડર સાઇડની લેનમાં આગળ ડમ્પર રજી. નં. જીજે-૧૩-એએક્સ-૫૯૯૦ જઈ રહ્યું હતું. ત્યારે આગળ ચાલતા ટ્રકને ઓવરટેક કરવા જતા ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક અને પુરઝડપે પાછળ જોયા વગર અચાનક કાવુ મારતા બલેનો કાર સાથે ડમ્પર અથડાયું હતું. અથડામણના કારણે બલેનો કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ફરીયાદી સંજયભાઈને ડાબી બાજુના પડખામાં મુંઢ ઇજા થઈ હતી, જ્યારે કાર ચાલક દિવ્યરાજસિંહને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા તેમજ વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વાહન અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, ફરાર ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!