વાંકાનેરમાં પાડોશીઓ દ્વારા ઘર ઉપર છુટા ઇટના ઘા મારી પાડોશી મહિલાને તથા વચ્ચે પડનારને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડતા આરોપી બે સાગા ભાઈઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર પરશુરામ પોર્ટરી ર્ડો. દેલવાડિયાની હોસ્પિટલવાળી શેરીમાં રહેતા જમનાબેન શૈલેષભાઇ બાબુભાઇ સોલંકી ઉવ.૪૨ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી મીતુલ મુકેશભાઇ ગુંગડીયા તથા ભોલીયો મુકેશભાઇ ગુંગડીયા બંને રહે.વાકાનેર પરશુરામ પોર્ટરી ડો.દેલવાડીયાના દવાખાના વાળી શેરી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ, ગઈ તા.૩૦/૦૩ના રોજ બન્ને આરોપીઓએ જમનાબેનના છોકરા નીખીલભાઇ સાથે ગાળા ગાળી કરેલ હોય અને તે દરમિયાન ફરીયાદી પોતાના ધરે આવતા રહેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ જમનાબેનના ધર પાસે આવી, ઇટના ટુકડાના છુટા ધા કરતા જમનાબેનના હાથે મુંઢ ઇજા કરી અને સાહેદને ઉજીબેન ત્યા જતા તેમને ધકો લાગતા તેઓ પડી ગયા હતા, ત્યારે તેઓને હાથની કલાઇ ઉપર ફ્રેકચર થઇ ગયેલ હોય અને આરોપીઓએ ગાળો બોલી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોય, ત્યારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી બન્નેની અટક કરવા તજવીજ ચલાવી છે.