બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં આજ રોજ વાંકાનેર શહેરમાં હિન્દુ અસ્મિતા મંચ, સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે એકત્રિત થઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું.
જેમાં બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ કરવામાં આવે, હિન્દૂઓની સુરક્ષામાં વધારો કરવામાં આવે ઉપરાંત પૂજનીય સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી વિવિધ માંગ સાથે સમસ્ત હિન્દૂ સમાજ સહિત વિવિધ સંસ્થાના અગ્રણીઓ એકત્રિત થઈ જય શ્રીરામ, હિંદુઓ પર અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવી હિન્દૂ અસ્મિતા મંચના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.