વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ સિમ્બોસા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઝારખંડના જગન્નાથપુર જીલ્લા ના કોચડા ગામના વતની સુખરામ ગુડ્ડુભાઇ લોહાર ઉવ.૨૨ ના લગ્ન થઈ ગયેલ હોય તેમ છતા પોતાના વતન બાજુની કોઇ છોકરી સાથે પ્રેમસંબંધ હોય જે પ્રેમસંબંધ બાબતની જાણ તેની પત્નિને થઈ ગઈ હતી, જેથી તેનું મનમાં લાગી આવતા સુખરામ લોહારે પોતાની જાતે સીમ્બોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની લાશ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.