વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક સમ્રાટ સેનેટરી વેર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ભોજપુર ગામના વતની પહલાદભાઇ પરશુરામભાઇ કુશવાહા ઉવ.૪૬ ગત તા.૨૬/૦૫ ના રોજ લેબર કોલોનીની છત ઉપર હોય તે દરમિયાન અકસ્માતે છત ઉપરથી નીચે પટકાતા શરીરે આંતરિક ગંભીર ઇજા થતા પહલાદભાઇનું મૃત્યુ નીપજ્યું હતું, સમગ્ર ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ ઉપરથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે