વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સીરામીકમાં મૃતક ભીમાભાઇ શીવાભાઇ સોલંકી ઉવ.૫૯ રહે. સાવરકુંડલા-મહુવા રોડ સુડવીયા તા.સાવરકુંડલા જી. અમરેલી વાળા ગઈ તા.૨૫/૦૩ના રોજ સિમેન્ટના પતરાનું કામ કરતી વેળા ૨૦ થી ૨૫ ફૂટની ઉંચાઈથી નીચે પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ભીમાભાઈ સોલંકીનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ, વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.