Sunday, February 16, 2025
HomeGujaratવાંકાનેર:ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયેલ શ્રમિક યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં...

વાંકાનેર:ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી ગયેલ શ્રમિક યુવકે ઝેરી દવા પી લેતા સારવારમાં મૃત્યુ.

વાંકાનેર: ઓનલાઇન ગેમ રમવાના રવાડે ચડેલા આજના યુવાધન માટે આંખ ઉઘડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઇન ગેમના ચક્કરમાં સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કંપનીમાં કામ કરી રહેલા યુવકે ૪૦ હજાર જેટલી માતબર રકમ ગુમાવી હતી જે બાબતનું લાગી આવતા યુવકે ઢુંવા ચોકડી નજીક પુલ નીચે ઝેરી દવા પી લીધી હતી ત્યારે તેને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલ જ્યાંથી મધ્યપ્રદેશ રાજ્ય ખાતે સારવાર અર્થે લઈ જતા જ્યાં ચાલુ સારવારમાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કંપનીમાં રહેતા મૂળ હાર્દિશંકર થાના.ગોવિંદગઢ જી.રેવા મધ્યપ્રદેશના વતની પ્રિન્સસિંહ તીલકધારીસિંહ ઉવ.૧૯ નામનો યુવક મોબાઇલમાં જુબી લુડો ઓનલાઇન ગેમ રમતો હોય ત્યારે આ ઓનલાઇન ગેમમાં ૪૦,૦૦૦ રૂપિયા હારી જતા ટેન્શનમાં આવી ગયો હોય જેથી આ યુવકે ગઈ તા.૨૩ જાન્યુઆરીના રોજ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઢુવા ચોકડી પાસે આવેલ પુલ નીચે પોતાની જાતે ઉંદર મારવાની દવા પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ પ્રાથમીક સારવાર મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ યુવકને તેના પરિવારજનો દ્વારા વધુ સારવાર અર્થે જબલપુર (મધ્યપ્રદેશ) નેશનલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયેલ હોય જ્યા તા.૨૯/૦૧ ના રોજ સારવાર દરમિયાન પ્રિન્સસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મધ્યપ્રદેશ પોલીસ મથક પોલીસે ઇન્કવેસ્ટ પંચનામાં સહિતના કાગળો વાંકાનેર તાલુકા પોલીસ મથકે મોકલતા મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!