વાંકાનેરના ઢુંવા ગામ નજીક આવેલ સ્કોવેટ સીરામીકમાં ગઈકાલ તા.૨૩/૦૩ના રોજ વનરાજભાઇ ખોડાભાઇ વનાણી ઉવ.૨૮ રહે.ખખાણા તા.વાંકાનેર વાળા સ્કોવેટ સીરામીકમાં ફ્યુઝ બદલવાની કામગીરી કરતા હોય ત્યારે વનરાજભાઈને કોઈ કારણોસર અચાનક વીજ કરંટ લાગતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, બનાવને પગલે મૃતકની લાશ વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી તપાસ વાંકાનેર તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.