વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાશીરભાઇ અબ્દુલભાઇ ખોરજીયા ઉવ.૨૮ ગઈકાલ તા.૨૬/૦૭ના રોજ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પુનવેબ કારખાનામાં પ્લંમ્બિંગ કામ કરતા હોય તે દરમિયાન તેમણે ઇલેકટ્રીક શોક લાગતા, નાશીરભાઈનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સમગ્ર બનાવ બાદ મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત જરીવાહી હાથ ધરી છે.