વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા લાલજીભાઇ ગોવિંદભાઇ સાકળીયા ઉવ.૩૪ ગઈ તા.૦૩ અપ્રિલના રોજ મોટર સાયકલ લઇને જતા હતા, ત્યારે મેસરીયા ગામ પાસે કોઇ કારણોસર મોટર સાયકલ સ્લીપ થઇ જતા પગના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે બાદ ત્યાંથી વાંકાનેરની પ્રાઇવેટ હોસ્પિટલમા સારવાર લીધી હતી, ત્યારે લાલજીભાઈને રજા આપી દેતા, તેઓ ધરે જતા રહેલ હોય. જે બાદ ગઇકાલ તા.૧૦ મે ના રોજ લાલજીભાઈને ફરી પાછો દુખાવો ઉપડતા તેઓને બેભાન હાલતમા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમા લઇ જતા, જ્યાં સારવારમા દાખલ કરેલ હોય, ત્યારે ચાલુ સારવાર દરમ્યાન લાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.