વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી માથું ઉચકયું હોય તેમ મંદિરની દીવાલને ટેકો દઈને બેઠેલ શખ્સને તેમ નહિ કરવાનું કહેતા યુવક ઉપર લાકડાના ધોકા તથા ઢીકાપાટુ વડે હુમલો કરાયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, વાંકાનેરમાં વીસીપરા સ્મશાન વાળી શેરીમાં રહેતા ૨૪ વર્ષીય શ્રમિક મનીષભાઈ જગદીશભાઈ ભાટી ગઈ તા.૨૫/૦૫ ના રોજ રાત્રીના પોતાનું કામ પૂર્ણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હોય તે દરમિયાન ઘર પાસે આવેલ કુળદેવીના મંદિરની દીવાલને ટેકો દઈને બેઠેલ કાળુભાઇ પશાભાઇ સટાણીયાને મંદિરને ટેકો દેવાની ના પાડતા, તેઓ એકદમ ઉશ્કેરાઈ અપશબ્દો આપવા લાગ્યા જેથી અપશબ્દો આપવાની ના પાડતા તે દરમિયાન કાળુભાઈનો ભાઈ લાકડાનો ધોકો લઈને આવી મનીશભાઈના માથામાં એક ઘા મારી દેતા તેઓને લોહી વહેવા લાગ્યું હતું, જે બાદ કાળુભાઇ તથા અન્ય પિતા-પુત્ર સાથીદારો ત્યાં આવી મનીષભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા, ત્યારે દેકારો થતા, આજુબાજુવાળા લોકો એકઠા થઇ જતા ચારેય આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. માથામાં તથા શરીરે ઇજાઓ પહોચતા મનીશભાઈએ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જે બાદ તેઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કાળુભાઈ પશાભાઈ સેટાણીયા, ભુરો સેટાણીયા, વિજયભાઈ ધોધાભાઈ સેટાણીયા તથા વિક્રમભાઈ વિજયભાઇ સેટાણીયા રહે. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી