Friday, January 3, 2025
HomeGujaratવાંકાનેર : વિરપર ગામેથી આજથી પોણા બેએક વર્ષ પહેલા સગીરવયની બાળાનું અપહરણ...

વાંકાનેર : વિરપર ગામેથી આજથી પોણા બેએક વર્ષ પહેલા સગીરવયની બાળાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના પીઆઈ વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પીઆઈ વી.બી.જાડેજાએ એ.એચ.ટી.યુ. મોરબીના સ્ટાફના માણસોને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનાના આરોપી તથા ભોગબનનાર બન્ને મહેન્દ્રનગર ચોકડી ખાતે ઉભેલ હોવાની ચોકકસ હકિકત પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને મળતા દિલીપભાઇ યશવંતભાઇ ચૌધરી પોહેડ કોન્સ. એલ.સી.બી.મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી મહેન્દ્રનગર ચોકડી ખાતે તપાસ અર્થે મોકલતા આરોપી ભરતભાઇ નવઘણભાઇ કાંજીયા (ઉ.વ. ૨૧, ધંધો મજુરી, રહે. દીઘડીયા તા.હળવદ જી.મોરબી) વાળો તથા ભોગબનનારને શોધી કાઢવાની સફળતા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને મળતા બન્નેના કોવિડ-૧૯ સબંધી જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

આમ, મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને આજથી પોણા બેએક વર્ષ પહેલા વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી ભોગબનનારંનુ અપહરણ કરનાર આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, HC દિલીપભાઇ ચૌધરી, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, PC નંદલાલ વરોમારા વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!