મોરબી એસઓજી ટીમ જીલ્લા કલેકટરના જાહેરનામા અનુસંધાને ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી પાસે શીવ શકિત ચેમ્બર ઉપર બીજા માળે આવેલ રણછોડભાઇ ખોડાભાઇ ગોલતર ઉવ.૩૯ રહે. નવા ઢુવાગામ તા.વાંકાનેર વાળાના મકાન પરપ્રાંતિય મજુરોને ભાડે આપી આ પરપ્રાંતિય ઇસમની માહીતી મોરબી એસ્યુર્ડ એપ્સ.માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં પરપ્રાંતિય માણસોની માહીતી આપેલ ન હોઇ જેથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના હુકમનો ભંગ કર્યો હોય જેથી આરોપી રણછોડભાઇ ગોલતર વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધાવી એસઓજી પોલીસે આગળની તપાસ ચલાવી છે.