Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર:પાંચ વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશથી દબોચી લેવાયો

વાંકાનેર:પાંચ વર્ષથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઉત્તરપ્રદેશથી દબોચી લેવાયો

લૂંટના ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓની શોધખોળ

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ટેક્નિકલ માધ્યમની મદદથી ઉતરપ્રદેશ રાજયમાંથી પકડી લઈ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ હજુ બે આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સૂચના અંતર્ગત જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી લેવા ત્વરિત કામગીરી ચલાવી જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ એચ.વી.ઘેલાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ ઉવ.૩૦ રહે.ગામ- દેવાપુર સફલી જી.પ્રતાપગઢ(યુપી)વાળાને ટેક્નિકલ માધ્યમથી વર્કઆઉટ કરી ઉતરપ્રદેશ રાજયમાંથી પકડીને હસ્તગત કરી વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે લાવવામાં આવી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સાથે અન્ય નાસતા ફરતા આરોપીઓ નિતેષ બ્રીજરાજ શુકલા રહે.થાણા-જેઠવારા જી- પ્રતાપગઢ યુ.પી. તથા ભીમેશ રામસુમેર સરોજ રહે.કુશાહી(નેવાડી) ગ્રામ, થાણા- જેઠવારા જી.પ્રતાપગઢ (યુ.પી.)વાળાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!