વાંકાનેર ટાઉનમાં વેલનાથ શેરી નં.૧ માં રહેતા બાબુભાઇ રાયશિંગભાઇ દારોદરા ઉવ.૭૪ ગઈ તા.૦૪/૦૩ના રોજ બપોરના સમયે પોતાનુ મોટરસાયકલ લઇને જતા હોય તે દરમ્યાન ચાલુ મોટરસાયકલે રસ્તામા અચાનક પડી જતા, બાબુભાઈનું માથુ ઇલેક્ટ્રિક થાભલા સાથે ભટકાતા તેઓને માથામા ઇજા પહોંચી હતી, જેથી તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવ્યા હોય, જ્યાં ચાલુ સારવાર દરમિયાન બાબુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે વાંકાનેર સીટી પોલીસે બનાવ બાબતે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.