Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેર:માલઢોર સાઈડમાં લેવાનું કહેતા બળદ-ગાડાના ચાલક એવા વૃદ્ધને પાઇપ ફટકારી કર્યા ઇજાગ્રસ્ત

વાંકાનેર:માલઢોર સાઈડમાં લેવાનું કહેતા બળદ-ગાડાના ચાલક એવા વૃદ્ધને પાઇપ ફટકારી કર્યા ઇજાગ્રસ્ત

વાંકાનેરના કોઠારીયા ગામથી ટંકારા જવાના રસ્તે બળદ-ગાડું લઈને જઈ રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધે રોડની વચ્ચે માલઢોર લઈને જતા શખ્સને બળદ-ગાડું નીકળી જાય તેટલો રસ્તો કરવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે વૃદ્ધને માથામાં અને પગમાં લોખંડનો પાઇપ ફટકારી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેરના કોઠારીયા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય અબ્દુલભાઇ અમીભાઇ શેરસીયા ગત તા. ૧૨/૦૮ના સવારના સમયે પોતાનું બળદ-ગાડું લઈને પોતાની વાડીએ જતા હતા ત્યારે કોઠારીયા ગામથી ટંકારા જતા ગાડા-માર્ગે કોઠારીયા ગામમાં રહેતા જયરાજસિંહ કરણસિંહ ઝાલા પોતાના ગાય ભેંસ ઢોરા લઇ જતા હોય તે ધીમે ચાલતા હોય જેથી અબ્દુલભાઇએ આગળ જવા ગાડુ ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોરા સાઇડમાં લેવાનું કહેતા જયરાજસિંહને સારૂ નહીં લાગતા એકદમ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે અબ્દુલભાઈને માથામાં તથા ડાબા પગમાં એક-એક ઘા મારી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ સારવારમાં રહેલા અબ્દુલભાઈએ આરોપી જયરાજસિંહ કરણસિંહ ઝાલા રહે. કોઠારીયા ગામ તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!