સામાન્ય તકરારમાં લાકડી, પાઇપ, પાવડા જેવા હથિયારોની મારામારી,પોલીસે ચાર મહિલા સહિત ૧૨ આરોપીઓ સામે નોંધ્યો ગુનો
વાંકાનેરના ચંદ્રપુરમાં ધમાચીયું નામની સીમમાં માલઢોર ચરતા-ચરતા વાડી-ખેતરમાં ચાલ્યા ગયા હતા જે બાબતે બંને પરિવારના સભ્યોએ એકબીજા ઉપર લાકડી, પાઇપ તથા પાવડાથી હુમલો કરતા બંને પક્ષના ૬ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. ત્યારે બંને પક્ષો તરફથી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રથમ ફરિયાદની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના ચંદ્રપુર ગામની મસ્જિદ પાસે રહેતા અલાવદીનભાઈ માહમદભાઈ ખોરજીયા ઉવ.૫૨એ આરોપીઓ અલી રફીકભાઈ તથા અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મમુબેનનો દિકરો રફીક તથા મરીયમબેન સંધી તથા તેમની દિકરી નશીમબેન તથા રીક્ષા ડ્રાઈવર અલી ઉર્ફે અમન રહે.બધા ચન્દ્રપુર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપીના માલઢોર ફરીયાદીની વાડીમા આવી જતા ફરીયાદી અલાવદીનભાઈની પત્નિએ આરોપીને કહેલ કે વાડીમા કેમ માલઢોર આવવા દિધેલ તેમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાહેદો સાથે બોલાચાલી ઝઘડો કરી ભુંડા બોલી ગાળો આપી આરોપીઓએ લાકડી તથા પાઈપ વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ માર મારી ફ્રેકચર જેવી ઈજા કરી ત્રણ જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા હતા.
જ્યારે સામ પક્ષે ફરિયાદી મરીયમબેન ઉર્ફે મમુબેન હબીબભાઈ હાજીભાઈ વીકીયાણી ઉવ.૫૫ રહે.ચન્દ્રપુર ગુલશન સોસાયટી તા.વાંકાનેરવાળાએ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ આરોપી તરીકે અલાવદીનભાઈ તથા તેની પત્નિ રોશનબેન તથા ઈબ્રાહીમભાઈ માહમદભાઈ તથા રીઝવાનાબેન તથા સાલેહભાઈ ઈબ્રાહીમભાઈ રહે.બધા ચન્દ્રપુર તા.વાંકાનેરવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી મરીયમબેનનો પ્રૌત્ર તથા ભાણેજ માલઢોર ચરાવવા ગયેલ ત્યારે ધ્યાન ન રહેતા આરોપીની વાડીમા માલઢોર જતા તેઓને સારૂ નહી લાગતા આરોપીઓએ પાવડા વતી લાકડીના ધોકા તથા પાઈપ વતી ફરીયાદીને શરીરે મુંઢ ઈજા તથા સાહેદ અલીભાઈને માથામા દશ ટાકા તથા ડાબા હાથે પોચાના ભાગે ફ્રેકચર જેવી ઈજા કરી તથા સાહેદ અમન ઉર્ફે અલીને માથામા મુંઢ ઈજા કરી આરોપીઓએ ગુનામા એકબીજાને મદદગારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
હાલ વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ ચાર મહિલાઓ સહિત બાર આરોપીઓ સામે ગુનો નોંધી તમામની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.