વાંકાનેરના નવાપરા પંચાસર રોડ આવેલ જય ગોપાલ ડેરી ફાર્મમાંથી અજાણ્યા ચોરોએ ડેરી-માલીકની નજર ચૂકવી રોકડા રૂ.૧.૯૪ લાખ, ડેરીના બિલ બુક અને બેંકની ચેક બુક ભરેલ થેલાની ચોરી કરી લઈ ગયા હોવા અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મમાંથી ચોરી થઈ હોવાના ચકચારી બનાવ અંગે ડેરીના માલિક અને ફરિયાદી લીંબાભાઈ કરશનભાઈ સરૈયા ઉવ.૪૫ રહે. જેતપરડા ગામ તા. વાંકાનેર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, ગઈકાલ તા.૧૫ સપ્ટેમ્બરના રોજ સવારના નવ વાગ્યાથી સવારના સવા દસ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે ફરીયાદીની દુધની ડેરીમાથી રોકડા રૂપીયા ૧,૯૪,૦૦૦/-તથા ડેરીના નામ વાળી બીલ બુક તથા જય ગોપાલ ડેરી ફાર્મની બેંક ઓફ બરોડા બેંકની ચેક બુક ભરેલ થેલો કોઇ અજાણ્યો ચોર ઇસમ ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી લઇ ગયો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.