Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર બન્યું રક્તરંજિત : જૂની અદાવતમાં પાડધરા ચોકડી પાસે યુવકની કરપીણ હત્યા

વાંકાનેર બન્યું રક્તરંજિત : જૂની અદાવતમાં પાડધરા ચોકડી પાસે યુવકની કરપીણ હત્યા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક હત્યાનો બનાવ સામે આવી છે.જેમાં બેલાની ખાણ તથા રસ્તા બાબતે ચાલતી જૂની અદાવતમાં યુવક પાર આઠ શખ્સોએ ધોકા-પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દેતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરના પાડધરા ગામ નજીક સામંતભાઈ નગાભાઈ કરમુરની હત્યા થઈ છે જેમાં મૃતકને ખાણ તથા રસ્તા બાબતે છેલ્લા પાંચ વર્ષથી આકાશ ઉર્ફે આખલો ઓડેદરા સાથે માથાકૂટ ચાલતી હતી.જેનો ખાર રાખી ગત મોડી રાત્રીના સમયે પાડધરા ચોકડી પાસે આકાશ ઉર્ફે આખલો ઓડેદરા, જયમલ કારાવદરા, વેજો કારાવદરા, રામભાઈ મેર બોખીરા, ભરત ઓડેદરા તથા ત્રણ અજાણ્યા ઇસમોએ બે કારમાં આવી, સામંતભાઈ કરમુર પર ધોકા તથા પાઇપ વડે ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં સામંતભાઈને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહને પી.એમ. માટે ખસેડી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક યુવાનના ભાઈ કરશનભાઈ નગાભાઈ કરમુરની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!