Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી પરિવારના આગેવાનોનું સ્નેહમિલન યોજાયું

વાંકાનેર ભારતીય જનતા પાર્ટી લઘુમતી પરિવારના આગેવાનોનું સ્નેહમિલન યોજાયું

વાંકાનેર સ્નેહ મિલનમાં લઘુમતી પરિવારના સદસ્યો અને મતદારોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના વલણની ખાસ ચર્ચા કરવામાં આવી જેમાં મોરબી જિલ્લા દૂધ સંઘમાં વાંકાનેર લઘુમતી સમાજની આશરે ઓગણત્રીસ જેટલી ડેરીમાંથી વીસ હજાર લિટર દૂધ આપવામાં આવતુ હોય તેની સામે અન્ય ડેરીઓમાંથી માત્ર સોળ હજાર લિટર જેટલું દૂધ આપવામાં આવતું હોય અને મોરબી જિલ્લા દુધ સંઘના એક પણ હોદા ઉપર લઘુમતી સમાજના એક પણ વ્યક્તિને લેવામાં ન આવતા હળાહળ અન્યાય થયો હોય રોષ ઠાલવી ચિંતા વ્યક્ત કરી હતી.

- Advertisement -
- Advertisement -

આજ રોજ વાંકાનેર ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી પરિવારના આગેવાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું અને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે લઘુમતી પરિવારના આગેવાનોને રાજકીય કીનાખોરીથી અલગ અલગ રાખી તાલુકા, જિલ્લા, કે ધારાસભાની ચૂંટણીઓ વખતે જૂથ બંધી કરાવી લઘુમતી સમાજના મતોનો ઉપયોગ કરી પોતાના લક્ષ્ય પાર પાડી ચૂંટણીઓ જીત્યા બાદ એજ લઘુમતી આગેવાનોને સાઈડ લાઈન કરી દેવામાં આવતા હોય છે જ્યારે એજ લઘુમતી આગેવાનો દ્વારાજ સીટો જીતાડવા માટે અનેક કાવાદાવાઓ કરવામાં આવતા હોય જેનો સિધો કે આડકતરી રીતે વફાદારી પૂર્વક ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવામાં આવતો તેમ છતાં નોંધ લેવામાં ન આવતી હોવાથી આજના સ્નેહ મિલનમાં તમામ લઘુમતી ભાજપના આગેવાનોને ભાગલા પાળો અને રાજ કરોની અગ્રેજ નીતિથી ઉપર ઊઠી એક થવા હાકલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોટું સંમેલન પણ યોજવામાં આવશે તેવી પણ જાહેરાત આજના સ્નેહ મિલનમાં કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!