વાંકાનેર શહેરમાં ભાટીયા સોસાયટીમાં શારદા સ્કૂલ વાળી શેરીમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરીને લઈ ગયા અંગે સીટી પોલીસ મથકે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેર ભાટીયા સોસાયટી શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા જગદીશભાઈ રસિકલાલ પરમાર ઉવ.૩૭ નામના દરજી કામ કરતા યુવકે વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જગડ8શભાઈ ગત તા.૨૬?૦૮ ના રોજ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-એચડી-૮૩૧૮ લઈને પોતાની દરજી કામની દુકાને ગયા હતા, જ્યાંથી બપોરે જમવા માટે પોતાના ઘરે આવ્યા હતા ત્યારે તેઓએ ઉપરોકત બાઇક પોતાના ઘર પાસે પાર્ક કરીને તેઓ ઘરમાં જમવા માટે ગયા હતા, જે બાદ જગદીશભાઈ આશરે ૫ વાગ્યે ફરી પોતાની દુકાને જવા નીકળ્યા ત્યારે પોતે પાર્ક કરેલ બાઇક ત્યાં જોવા ન મળતા, બાઇક અંગે સોસાયટીમાં શોધખોળ કરવા છતાં બાઇક નહીં મળી આવતા તુરંત ઈ-એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.