વાંકાનેર શહેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા મૂળ કળશા ગામ તા.મહુવા જી.ભાવનગરના વતની મનસુખભાઇ ગોરધનભાઇ જોળીયા ઉવ.૩૨ ગઈ તા. ૦૧/૧૦ ના રોજ પોતાનું એચ.એફ.ડિલક્ષ રજી.નં. જીજે-૦૪-સીએસ-૨૪૬૯ વાળું બાઇક પોતાના રહેણાંક મકાનની બહાર પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ બાઈકનું લોક તોડી અથવા તો ડુપ્લીકેટ ચાવી લગાડી ચોરી કરી લઈ ગયા અંગે પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવી હતી, જે બાદ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે રૂબરૂ ફરિયાદ નોબધાવતા, પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.