પોલીસકર્મી કિરીટસિંહને રાજકોટ ફૂલછાબ ચોકમાં આવેલી વકીલની ઑફિસથી બહાર નીકળતા જ વોચમાં રહેલી એસીબીએ પકડી પાડ્યો
મોરબી એસીબી ટીમે દારૂના ગુનામાં પકડાયેલા આરોપી સામે કાર્યવાહી ન કરવા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા વતી ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા વચેટિયા પ્રવીણ બાંભવાને એસીબી ટીમે ઝડપી લીધા લીધો હતો તો બીજી બાજુ પોલીસકર્મી કિરીટસિંહ ઝાલાએ વાંકાનેર છોડી ભૂગર્ભ માં ઉતરી ગયો હતો જેમાં એસીબી ટીમને આ પોલીસકર્મી રાજકોટ ફૂલછાબ ચોકમાં આવેલી વકીલની ઓફિસે આવનાર છે તેવી બાતમી મળતા એસીબીએ વોચ ગોઠવી હતી અને વોચમાં રહેલી એસીબી ટીમે રાજકોટ ફૂલછાબ ચોક ખાતે આવેલો વકીલની ઓફીસે સલાહ લેવા આવ્યા બાદ ઓફિસ બહાર નીકળતા સાથે પારસી અગિયારી ચોકમાંથી નાસતા ફરતા કિરીટસિંહ નટવરસિંહ ઝાલાની ધરપકડ કરી મોરબી લાવવામાં આવ્યો હતો અને બાદમાં તેનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જે નેગેટિવ આવતા વિધિવત લાંચના કેસમાં ધરપકડ કરાઈ હતી જેમાં આ લાંચ માંગવામમાં વપરાયેલ બે મોબાઈલ ફોન પણ કબજે કરી આરોપી પોલીસકર્મીના ઘરની ઝડતી લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.