વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેણાંક મકાનને નિશાન બનાવનાર તસ્કરને વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, આ સાથે વાંકાનેર સોટી પોલીસે ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની અટક કરી છે, પકડાયેલ આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે ચોરીના સહઆરોપીનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ.જાડેજાના માર્ગદર્શન અને સૂચના મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ બ્રહ્મસમાજ સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરીના બનાવ બાબતે વાંકાનેર સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય અને ખાનગીરાહે તેમજ ટેકનીકલી માધ્યમથી હકીકત મળેલ કે, વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમા ચોરી કરનાર ઇસમ વાંકાનેરના અમરસર ફાટક પાસે હોવાની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે તપાસ હાથ ધરતા આરોપી શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ ઉવ.૨૫ રહે.ચન્દ્રોડા ગામ તા.બેચરાજી જી.મહેસાણાવાળાને દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી પાસેથી મોબાઇલ નંગ-૦૨ તથા રોકડા રૂપીયા ૧૦,૨૦૦/- મળી આવેલ હતા જે વાંકાનેર ખાતેની ચોરીમા ભાગબટાઇના મળી આવેલ હોવાની કબુલાત આપેલ હતી, જ્યારે આ ચોરીમાં સહ આરોપી તરીકે વસીમ ઉર્ફ લધો સલીમભાઇ પઠાણના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી સામે આ સિવાય ગંગાજળિયા અને ભાવનગર પોલીસ મથકમાં અન્ય બે ચોરીના ગુના નોંધાયેલ હોય, જ્યારે પકડવા પર બાકી સહ આરોપી સામે નીલમબાગ અને ગોંડલ પોલીસ મથક સહિત અન્ય પાંચ ગુના નોંધાયેલા છે.