Tuesday, December 31, 2024
HomeGujaratવાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા, તાલુકા લઘુમતી મોરચા સહિતના હોદેદારો નિમાયા

વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા, તાલુકા લઘુમતી મોરચા સહિતના હોદેદારો નિમાયા

મોરબી જિલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા અને જિલ્લાની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી વાંકાનેર શહેર યુવા મોરચા, વાંકાનેર તાલુકા લઘુમતી મોરચા અને આઇટી તેમજ એસ.એમ. ટીમના હોદ્દેદારોની વરની કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મથુભા, મહા મંત્રી તરીકે પાટડીયા નિતેશભાઈ સવજીભાઈ, ઉપપ્રમુખ મહાલીયા મનિષભાઈ દિલીપભાઈ અને લ ઝાલા રૂષિરાજસિંહ પ્રદ્યુમનસિંહ તેમજ મંત્રી પદે સુરેલા નિતીનભાઈ રાજેશભાઈ, હણ વિજયભાઈ રમેશભાઈ, મોરણીયા પિયુષભાઈ પ્રવિણભાઈ, બગ્ગા દિપસિંહ જસ્વીરસિંહ અને કોષધ્યક્ષ પડે ગોસ્વામી ધર્મેશગીરી વિરેન્દ્રપરીની વરણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ પદે દેકાવાડીયા ગ્યાસુદીન હબીબભાઈ, મહામંત્રી તરીકે કડીવાર ફારૂકભાઈ અબ્દુલભાઈ, ઉપપ્રમુખ પદે બાદી ગુલાબમોદિન અલાવદીભાઈ અને વકાલીયા નજરૂદીન અમીભાઇ તેમજ મંત્રી તરીકે શેરસિયા ગુલાબમાયુદિન ફતેભાઈ, શેરસિયા મોહમદરઝા અલાવદીભાઈ, ખોરજીયા યુનુશભાઈ મિમંજી અને માથકીયા અહેમદરઝા હશેનભાઈ તથા કોષધ્યક્ષ પદે ખોરજીયા માહમદભાઈ હસનભાઈના નામની જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં વાંકાનેર શહેર આઇટી ટીમના ઇન્ચાર્જ તરીકે અશ્વિન ભાઈ અશોકભાઈ અગ્રવાત અને સહ ઇન્ચાર્જ જાનકીદાસ મુળદાસ સાધુની નિમણુંક કરાઈ છે. તથા એસ.એમ. ટીમના ઇન્ચાર્જ પદે હીમાંશુભાઈ મોહનભાઇ ગેડિયા અને સહ ઇન્ચાર્જમાં નવદીપભાઈ રામણિકલાલ ભટ્ટીની વરણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!