Wednesday, March 26, 2025
HomeGujaratવાંકાનેર સીટી પોલીસે છ વર્ષથી લુટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રથી પકડ્યો

વાંકાનેર સીટી પોલીસે છ વર્ષથી લુટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્રથી પકડ્યો

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લાં છ વર્ષથી લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી લૂંટના આરોપી ઉતરપ્રદેશ વાળાને પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા અવાર નવાર મોરબી જીલ્લામાં ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવ યોજવામા આવી હતી. જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક સારડા સાહેબના માર્ગદશન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. જેમાં સર્વેલન્સમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ દલસાણીયા વાળાને ટેકનીકલી માધ્યમથી તેમજ હ્યુમન શોર્સ દ્વારા માહીતી મળી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૩૭/૨૦૧૯ ઇપીકો કલમ ૩૯૪,૧૧૪ મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી નિતેષ બ્રીજલાલ શુકલા રહે. આશાપુર(નેવાડી) થાણા જેઠવાર જી-પ્રતાપગઢ ઉતરપ્રદેશ વાળાને નાગપુર ખાતે છે. જેથી નાસતા ફરતા આરોપીને પકડવા માટે ટીમ મોકલતા આરોપી મળી આવતા આરોપી નિતેષ બ્રીજલાલ શુકલાની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે…

જેમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ઝાલા, ભરતભાઇ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!