રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર સીટી પોલીસ દ્વારા મોટરસાઈકલ ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરી ચોર-મુદ્દામાલને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના માણસો જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન મોરબી તરફથી એક મોટરસાઈકલ પુર ઝડપે આવતા તેને રોકી નામઠામ પુછી મોટરસાઈકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાઈકલ ચાલક રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (હાલ રહે મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા તા.જી.મોરબી મુળ રહે અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જી-કચ્છ)ની સધન પુછપરછ કરતા તેણે મોટરસાઈકલ વાંકાનેર જયોતિ સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. તેમજ અન્ય એક મોટરસાઈકલની પણ વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર-મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો એ-પાર્ટ ગુ.ર.નં-૦૧૫૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) તથા એ-પાર્ટ ગુ.ર.નં-૦૧૮૬/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ તથા યશપાલસિંહ ભવાનસિંહ તથા વનરાજસિંહ અભેસિંહ તથા બળદેવસિંહ મહાવીરસિંહ તથા વિરેન્દ્રસિંહ હરભમજી તથા વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ તથા કોન્સ્ટેબલ રાણીંગભાઇ નાજભાઇ તથા ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.