કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાઈકલ ચોરી કરનાર ઇસમને મુદ્દામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ઇસમની અટક કરી મોટર સાયકલ બાબતે પોકેટ કોપમાં સર્ચ કરી ઈસમની પૂછપરછ કરતાં નવાગામ આણંદપર ખાતેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાની સુચનાથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા અને વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલાને સયુકત બાતમીને આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના મોટર સાઇકલ સાથે પકડી મોટર સાઇકલમાં ચેસીસ નંબર પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરી શંકાસ્પદ ઈસમની સઘન પુછપરછ કરતા નવાગામ આનંદપર રાજકોટ તાલુકા ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. જે કબૂલાતને આધારે બી.એન.એસ.એસ.કલમ ૧૦૬ મુજબ આરોપી મુદામાલ કબ્જે કરી સોયબ અયુબભાઇ બ્લોચ/મકરાણીની એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ એન્જીન નંબર- 05JJ5M09664 તથા ચેચીસ નં-05J16C04235 કિંમત રૂ. ૨૦,૦૦૦ સાથે અટક કરી તેના વિરૂદ્ધ બી.એન.એસ.એસ કલમ ૩૫(૧)ઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી..
જેમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા તેમજ ભરતભાઇ દલસાણીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.