મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં નવરાત્રી તહેવાર અનુસંધાને કડક પોલીસ બંદોબસ્ત રાખી કોઈ અનિચ્છનીય બનાવો ન બનવા પામે તે માટે આવારા, રોમીયોગીરી, સીનસપાટા કરતા તેમજ ભયનુ વાતારણ ઉભુ કરતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગઈકાલે ૦૯ તથા ૧૦ ઓક્ટોબરના રોજ રાત્રી દરમિયાન સીન સપાટા કરતા બાઇક ચાલકોના ૧૦ જેટલા બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા.
મોરબી જીલ્લા પોલીસવડાની કડક સુચનાને અનુસંધાને વાંકાનેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ એચ.વી.ઘેલા તથા પીએસઆઇ ડી.વી.કાનાણી, વી.કે.મહેશ્વરી તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન ગત રાત્રી તા.૦૯ અને ૧૦ ઓક્ટોબરના વાંકાનેર શહેરની તમામ ગરબીઓમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી વાંકાનેર શહેરના નવાપરા, મીલપ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટચોક વિગેરે જગ્યાએથી આવારાતત્વો, ત્રીપલ સવારીમા રહેલ તથા વાહનના જરૂરી કાગળો વગરના કુલ-૧૦ મોટરસાઈકલ વાહનો ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.