વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી રૂ. ૨,૬૦,૦૦૦/-ની કિંમતના કુલ ૧૧ ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા. ટેક્નીકલ ટીમની જહેમતથી આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા પોલીસ અધ્યક્ષ રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઇ ડી.વી. ખરાડીના સુપરવિઝન હેઠળ ખોવાયેલા મોબાઈલ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રેના કોન્સ. ભરતભાઈ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફે CEIR પોર્ટલ પર મોબાઈલ નંબર એન્ટ્રી કરી, સતત મોનીટરીંગ અને ટેક્નીકલ ટ્રેકિંગની મદદથી કુલ ૧૧ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની અંદાજીત કિંમત રૂ. ૨.૬૦ લાખ થાય છે. આ તમામ મોબાઈલ ફોન તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. પોલીસની આ જવાબદારીપૂર્ણ કામગીરીએ “પોલીસ પ્રજાની મિત્ર” હોય તે વાતને ફરી એકવાર સાબિત કરી છે