મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસે સીઆર પોર્ટલ અને ઇલેક્ટ્રિક સર્વેલન્સની કામગીરી હાથ ધરી એક ડઝન મોબાઈલ શોધી કાઢ્યા છે.જે મોબાઇલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાની ઉપસ્થિતિમાં વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે બોલાવી તમામ મોબાઈલ ધારકોને મોબાઇલ પરત કર્યા હતા.
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા સીઆર પોર્ટલ અને ઇલેક્ટ્રિક સર્વેલન્સની કામગીરી હાથ ધરી ૧૨ ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ શોધી કાઢ્યા છે. જેમાંથી ૧૧ મોબાઇલ ધારકોને બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તેમજ વાંકાનેર સીટી પીઆઇ દ્વારા તમામ મોબાઈલ ધારકોને બોલાવી મોબાઇલ પરત આપ્યા હતા.જેમાં આઇફોન સહિતના મોંઘી કિંમતના મોબાઈલ અરજદારને પરત આપી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ વાંકાનેર સિટી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.