Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેર સીટી પોલીસ આકરા-પાણીએ : બે સ્થળોએથી જુગાર રમતા બે મહિલાઓ સહીત...

વાંકાનેર સીટી પોલીસ આકરા-પાણીએ : બે સ્થળોએથી જુગાર રમતા બે મહિલાઓ સહીત દસ જુગારીઓને પકડી પાડ્યા.

છેલ્લા ઘણા સમયથી દરરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. પોલીસ દરોડાઓ પાડી રહી છે અને મોરબીમાં ઘણાં સ્થળેથી મોટી રકમ સાથે તો કેટલાક સ્થળેથી મામુલી રકમ સાથે જુગાર રમી રહેલા લોકો પકડાય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા બે સ્થળોએ દરોડા પાડી બે મહિલાઓ સહીત કુલ દસ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા. જયારે ત્રણ ઈસમો ફરાર થઇ જતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દારૂ જુગારની બદી સંદતર બંધ થાય તે માટે યોજાયેલ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતી. દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર જુના રાજાવડલાની ધારના ખુલ્લા પટ્ટમા અમુક ઈસમો જુગ રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળનો ઘેરાવ કરી રેઇડ કરી હતી. ત્યારે પોલીસને આવતા જોઈ જતા જ જુગારીઓમાં નાશભાગ મચી હતી. જેને લઈ પોલીસે આરોપીઓને ઘેરી લઈ કાસમભાઇ ઉસ્માનભાઇ ખોરજીયા (રહે.વાંકાનેર જુના રાજાવડલા જી.મોરબી), રિઝવાનભાઇ હુશેનભાઇ કડીવાર (રહે.નવા રાજાવડલા વાંકાનેર જી.મોરબી), ફીરોજભાઇ હશનભાઇ ખોરજીયા (રહે.જુવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી) તથા વાહીદભાઇ ઉર્ફે ઈલીયાશ અમીભાઇ વડાવીયા (રહે.જુવા રાજાવડલા તા.વાંકાનેર જી.મોરબી) નામના કુલ 4 ઈસમોને પકડી પાડ્યા હતા. જયારે રફીક હાજી ભગત (રહે.જુના રાજાવડલા), શાહબુદીન રાઠોડ (રહે.જુના રાજાવડલા) તથા ઇરફાન ઉર્ફે ઢગો રસુલભાઇ (રહે.જુના રાજાવડલા) નામના ત્રણ ઈસમો સ્થળ પરથી ફરાર થયા હતા. જયારે પોલીસે પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂ.૧૨,૦૯૦/- તથા રૂ.૫૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ ૧૭,૦૯૦/-નો  મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે વાંકાનેર નવાપરા ખડીપરા પાસે પટ્ટમા રેઈડ કરી હતી અને જાહેરમાં જુગાર રમતા ગફારભાઇ ઇસ્માઇલભાઇ મોવર (રહે.વાંકાનેર મિલપ્લોટ્ વાંકાનેર જી.મોરબી), અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ (રહે.સિટી સ્ટેશન રોડ વાંકાનેર જી.મોરબી), ઇસ્માઇલભાઇ મામદભાઇ શેખ (રહે. સિટી સ્ટેશન રોડ વાંકાનેર જી.મોરબી), ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ (રહે. સિટી સ્ટેશન રોડ વાંકાનેર જી.મોરબી), શાંતીબેન ભીમજીભાઇ રાઠોડ (રહે.વાંકાનેર ખડીપરા નવાપરા જી.મોરબી) તથા રેશ્માબેન ઇસ્માઇલભાઇ શેખ (રહે. સિટી સ્ટેશનરોડ વાંકાનેર જી.મોરબી) નામના બે મહિલાઓ સહીત 6 ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૫,૪૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!