વાંકાનેર સીટી પીઆઈ બી પી સોનારાને ઘોડી પાસાનો જુગાર ચાલતો હોવાની માહિતી મળી હતી જેના પગલે દરોડો પાડતા ૧૨ ઈસમોની રોકડા ૯૨,૮૦૦/- અને ૧૧ મોબાઈલ કિંમત રૂપિયા ૪૯,૦૦૦/- સાથે ધરપકડ કરી
મોરબી એસપી એસ. આર. ઓડેદરાની સુચના તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજા નાં સુપરવીઝન માં વાંકાનેર સીટી પીઆઈ બી પી સોનારા ની ટીમને બાતમી મળી હતી કે મનોજ ઉર્ફે નદી ટમારીયા, લાલો દિનેશભાઈ લામકા તથા સામજી ઉર્ફે ભીખો ફીસરીયા અલગ અલગ જગ્યાએ લોકોને ભેગા કરી છેલ્લા ઘણા સમયથી ઘોડી પાસાનો જુગાર રમાડે છે અને હાલ જોગાભાઈ હમીરભાઈ રબારી રહે, વાંકાનેર ભરવાડપરા મેઈન રોડ કબ્રસ્તાન સામે વાળાનાં મકાનમાં આ ત્રણેય ઈસમે બહારથી માણસો ભેગા કરી જુગારનાં સાધનો અને સવલતો પુરી પાડી માલિકીના મકાનમાં નાલ ઉઘરાવી પૈસા તથા ઘોડી પાસા વતી ઘોડી પાસાના જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી આધારે નાયબ પોલીસ અધિક્ષક મોરબી પાસેથી રેઈડ કરવા વોરંટ મેળવી બાતમી વાળા સ્થળે ગત રાત્રીના સવા નવેક વાગ્યાનાં દરોડો પાડતા જુગાર રમતા
૧) જોગાભાઈ હમીરભાઈ સામળ (ઉ.વ.૫૨, રહે. ભરવાડપરા મેઈન રોડ, કબ્રસ્તાન સામે, વાંકાનેર)
૨) મનોજ ઉર્ફે નદી ભાણજીભાઈ ટમારીયા (ઉ.વ.૩૦, રહે. ભરવાડપરા શેરી નં. ૫, વાંકાનેર)
૩) વિપુલભાઈ જેમલભાઈ કરોત્રા (ઉ.વ.૨૪, રહે. કુંભારપરા શેરી નં. ૨,વાંકાનેર)
૪) અરજણભાઈ રાઘવભાઈ ગમારા (ઉ.વ.૨૭, રહે. ગાયત્રી મંદિર મફતીયા પરા વાંકાનેર)
૫) રણછોડભાઈ મેહુલભાઈ મુંધવા (ઉ.વ.૨૫, રહે. ધમલપર ગામ નં.-૨, વાંકાનેર)
૬) લાલાભાઈ દિનેશભાઈ લામકા (ઉ.વ.૨૪, રહે. ગાયત્રી મંદિર મફતીયા પરા વાંકાનેર)
૭) લીલાધરભાઇ બેચરભાઈ સંતોકી (ઉ.વ.૪૮, રહે. પંચાસર રોડ, રાજનગર સોસાયટી બી-૨૨, મોરબી)
૮) અજયભાઈ કાળુભાઈ માનસુરીયા (ઉ.વ.૨૩, રહે. ગાયત્રી મંદિર પાસે આરોગ્યનગર વાંકાનેર)
૯) રસીદભાઇ ગુલમામદભાઈ ગોડી (ઉ.વ.૪૪, રહે. ભાટીયા સોસાયટી મદ્રેસાની બાજુમાં ચંદ્રપુર તા. વાંકાનેર)
૧૦) સામજીભાઈ ઉર્ફે ભીખો ભાવુભાઈ ફીસરીયા (ઉ.વ.૩૦ રહે. સમથેરવા, તા. વાંકાનેર)
૧૧) નીલેશભાઈ ખીમજીભાઈ રાછડીયા (ઉ.વ. ૩૯,રહે. ભાટીયા સોસાયટી જલારામ જીનની બાજુમાં ચંદ્રપુર તા. વાંકાનેર)
૧૨) પરેશભાઈ રમણીકભાઈ રાવલ (ઉ.વ.૪૮, રહે. બસ સ્ટેશન પાસે મન મંદિર સોસાયટી, વાંકાનેર) સહિતના ૧૨ વ્યક્તિઓને ઘોડી પાસા તથા રોકડ રકમ રૂ. ૯૨,૮૭૦/- તથા ઘોડી પાસા નંગ-૨, પ્લાસ્ટિક ગ્લાસ નંગ-૧, મોબાઇલ ફોન નંગ-૧૧ કિંમત રૂ. ૪૯,૦૦૦/- , પાથરણું નંગ-૧ તેમ કુલ મળીને રૂ. ૧,૪૧,૮૭૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનાં પીઆઈ બી.પી.સોનારા, એએસઆઈ હીરાભાઈ મઠીયા, નારણભાઈ લાવડીયા, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, તાહજુદિનભાઈ સેરસીયા, દિવ્યરાજસિંહ ઝાલા તથા અજીતભાઈ જાદવ સહિતનાઓની ટીમે સફળતા પૂર્વક મોડી રાત્રીના ઓપરેશન પાર પાડ્યું હતું.