રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી ડી.વાય.એસ.પી પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા દરમિયાન વાંકાનેર સીટી પોલીસની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો મોટરસાઈકલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી ચોરાયેલ મુદ્દામાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કામગીરી માટે પ્રત્યનશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન એક શંકાસ્પદ ઈસમ નંબર વગરના મોટરસાઈકલ સાથે મળી આવતા એન્જીન-ચેસીસ નંબર પોકેટકોપ મોબાઈલ ફોનથી સર્ચ કરતા વાહન નંબર-માલીકની વિગત મળતા તેમજ મળી આવેલ ઈસમની સઘન પુછ્યરછ કરતા પોતે મોરબી બસ સ્ટેશન પાસેથી મોટરસાઈકલ ચોરી કરેલની કબુલાત આપતા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા તપાસ કરાવતા બાઈક ચોરાવા અંગે ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરી છગનભાઈ કરશનભાઈ વાઘેલા (રહે.હાલ મોરબી પાડાપુલની ફુટપારીએ તા.જી.મોરબી મુળ રહે.ઉમડીયાવદર તા.મૌવા જી.ભાવનગર) એક હીરો કંપનીનુ નંબર વગરનુ સ્લેન્ડર મોટરસાઈકલ કબ્જે કરી રૂ.૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.