વાંકાનેરના ચંદ્રપુર ગામે નદીવાળી સીમથી ઓળખાતી સીમની વાડીમાથી ૫-હોર્ષ પાવરની ઇલેક્ટ્રીક બે મોટરો(ઓપનવેલો)નો અનડીટેક્ટ ચોરીમાં ગુન્હો ભેદ ગણતરીની કલાકોમા વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. વાંકાનેર સિટી પોલીસ દ્વારા બે મોટરો એક મોટર સાયકલ સહિત કુલ ૪૪,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ અધિક્ષકરાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં મીલક્ત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ઘેલા, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કોનસ્ટેબલ ધર્મરાજભાઈ ગઢવીને ખાનગીરાહે બાતમી મળી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં.૯૭૮/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૩૨૯(૩) મુજબના કામેના આરોપીઓ મુદ્દામાલ સાથે મોટર સાઈકલમાં આવી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર નવાપરાનાકા ખાતે વોચ ગોઢવી તપાસ કરતાં બે ઈસમો આવતા તેની તપાસ કરતાં ગુન્હાની કબુલાત આપી હતી. પોલીસે દિલીપભાઇ પરસોત્તમભાઈ ચારોલીયા અને નરેશભાઈ કેશાભાઈ ચારોલીયા નામનાં બંન્ને ઈસમોને ચોરીમાં ગયેલ એક ૫-હોર્ષ પાવરની ઈલેક્ટ્રીક મોટર(ઓપનવેલ) કી.રૂ.૧૩,૦૦૦/-, એક ૫-હોર્ષ પાવરની ઈલેક્ટ્રીક મોટર(ઓપનવેલ) કી.રૂ.૧૬,૦૦૦/- અને એક હીરો હોન્ડા કંપનીનુ મોટર સાઈકલ GJ-22-B-3284 કી.રૂ.૧૫૦૦૦/- વાળું કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી ઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજભાઈ ગઢવી, તાહજુદીનભાઈ શેરસીયા, દર્શિતભાઈ વ્યાસ, દિનેશભાઈ સોલંકી તથા છનાભાઈ રોજાસરા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.