વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી મોટરસાઈકલ ચોરી કરનાર મૂળ મોરબીના વતની એવા બાઇક ચોરને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાજનેર સીટી પોલીસ મથક પીઆઇ એચ.એ.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોઇ દરમ્યાન વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલાને સયુકત બાતમીને આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે પકડી લેવામાં આવ્યો હતો, ત્યારે મોટર સાયકલના ચેસીસ, એન્જીન નંબર પોકેટકોપની મદદથી વાહન સર્ચ કરી તેમજ શંકાસ્પદ ઈસમની સધન પુપરછ કરતા, આ મોટર સાયકલ નવાગામ આનંદપર તા-જી-રાજકોટ ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા તુરંત આરોપી સોયબ અયુબભાઇ બ્લોચ હાલરહે.પચ્ચીસ વારીયા ગેબનશા પીરની દરગાહ પાસે વાંકાનેર, મુળરહે-મકરાણીપરૂ સબજેલ પાછળ મોરબી વાળા પાસેથી ચોરીનું મોટર સાયકલ કબ્જે કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે