વાંકાનેર સીટી પોલીસ મથક ટીમે પૂર્વ બાતમીને આધારે રાજકોટના રીઢા વાહન ચોરને વાંકાનેરમાંથી ચોરી કરેલ બાઇક સાથે પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે બાઇક ચોરીના નોંધાયેલ ગુનામાં ગણતરીની કલાકોમાં રીઢા બાઇક ચોરને દબોચી લઈ તેની પાસેથી ચોરીનું બાઇક રિકવર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ મથકના કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલાને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે હકીકત મળેલ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં, ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે. જે હિકકત આધારે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા, એક ઇસમને મોટર સાયકલ સાથે પકડી તેના કાગળો બાબતે પ્રાથમિક પુછપરછ કરી હતી, પરંતુ બાઇકને કાગળો વિશે ગલ્લા-તલ્લા કરતો હોય, જેથી પોલીસે આગવી ઢબે સઘન પુછપરછ કરતા આ મોટર સાયકલ વાંકાનેર પીરમસાય હોસ્પીટલ પાછળથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી, જેથી આરોપી હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉવ-૩૬ રહે-ચુનારાવાડ ચોકમા શેરી નં.૫ ભાવનગર રોડ રાજકોટ વાળાને ચોરી કરેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજી નં. જીજે-૧૦-કે-૮૮૦૭ કિ.રૂ ૩૦ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ વાહન ચોર આરોપી હનીફશા શાહમદાર વિરુદ્ધ રાજકોટ, મોરબી તથા વાંકાનેરમાં વાહન ચોરીના ૧૨ જેટલા કેસ નોંધાયેલ છે.