વાંકાનેરના તીથવા ગામ નજીક આવેલ ઉમા ભંગેશ્વરધામ ખાતે ભવ્ય દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દેવી ભાગવત સપ્તાહના મુખ્ય આયોજકમાં ઓમ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ પ્રમુખ હંસરાજભાઈ હાલપરા દ્વારા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર તાલુકાના તીથવા ગામ નજીક આવેલ સ્વયંભૂ ભંગેશ્વર મહાદેવના મંદિરે ખાતે ભવ્ય દેવી ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કથાના વ્યાસાસને સંતશ્રી રતનેશ્વરીદેવીજી ગુરુ મહંત ભાવેશ્વરી માઁ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. ગઈકાલ બુધવાર તા.૦૪ સપ્ટેમ્બરના રોજ દેવી ભાગવત પારાયણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે તા. ૦૪/૦૯ થી ૧૨/૦૯ એમ નવ દિવસ સુધી સવારના ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી તેમજ મધ્યાહનમાં ૨ વાગ્યાથી ૫ વાગ્યા સુધી આ દેવી ભાગવત કથા ચાલુ રહેશે. આ દેવી ભાગવત પારાયણમાં કથામાં આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે તેમજ દરરોજ બપોરે કથા શ્રવણ કરવા આવેલ ભાવિક ભક્તો માટે વિશેષ મહાપ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર સહિત મોરબી જીલ્લાના ભાવિક ભક્તોને આ કથા શ્રવણનો લાભ લેવા મુખ્ય આયોજકો ઓમ ઉમા ભંગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રમુખ હંસરાજભાઈ હાલપરા દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.