મંદિરે દિવા-અગરબત્તી કરવા ગયેલ પુત્રને સામુ કેમ જોવે છે તેમ કહી લાફો માર્યો, સમજાવવા ગયેલ ત્રણ મહિલા સહિતના પરિવાર ઉપર હુમલો કરાયો
વાંકાનેરના ગાયત્રી મંદિરની સામે રહેતા પરિવાર ઉપર જુના ઝઘડામાં પાડોશી સાથે મનદુઃખ ચાલતું હોય ત્યારે પાંચ દિવસ પહેલા દિવા-અગરબત્તી કરતા બાળ-કિશોરે પાડોશી સામે જોતા, સામુ કેમ જોવે છે તેમ કહી લાફો મારી દેતા જે બાબતે સમજાવવા પરિવારના સભ્યો પાડોશીને સમજાવવા જતા પાડોશી પિતા-પુત્રો એમ ચાર શખ્સોએ છરી તથા લોખંડના પાઇપ વડે પરિવારના સભ્યોને બેફામ માર માર્યો હતો. હાલ સમગ્ર બનાવ મામલે ભોગ બનનાર પરિવારના સભ્ય દ્વારા ચારેય પાડોશી પિતા-પુત્રો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં દાતાર પીરની દરગાહ પાછળ અને ગાયત્રી મંદિર સામે રહેતા પિન્ટુભાઈ જીણાભાઈ મળદરીયા ઉવ.૨૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયા, સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયા બંનેરહે.વાંકાનેર ગાયત્રીમંદિર પાસે તેમજ આરોપી ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયા તથા હકુભાઇ ગંગારમભાઇ ચારોલીયા બંનેરહે. વાંકાનેર સીંધાવદર તરફ જતા રસ્તા ઉપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી પિન્ટુભાઈએ જણાવ્યું છે કે આરોપીઓને ફરીયાદી સાથે જુના ઝગડાઓ થયેલ હોય જેનુ મન દુખ ચાલતું હોય ત્યારે ગઈ તા.૨૬ ડિસેમ્બરના રોજ પિન્ટુભાઈનો દીકરો વિક્રમ ઉર્ફે રાજવિર મંદિરમાં દિવા અગરબતી કરવા જતા આ કામના આરોપી આરોપી શૈલેષભાઇએ વિક્રમ ઉર્ફે રાજવિરને સામુ કેમ જોવે છે તેમ કહી લાફો મારેલ જેથી પીન્ટુભાઈ સહિત તેમની પત્ની બહેન એમ પરિવારના સભ્યો પડોશમાં રહેતા આરોપીઓને સમજાવવા ગયા હતા જે વાતનું સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ઢીકા પાટુ, છરી, લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે પરીવારના તમામ સભ્યોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ફરિયાદી પિન્ટુભાઈને, તેમના પત્ની, બે બહેન-બનેવીને માથામાં તથા હાથ-લાગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હોય જેથી તમામ સારવાર હેઠળ દાખલ હોય ત્યારે બનાવ બાદ પાંચ દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ વાંકાનેર પોલીસે આરોપી ચારેય પિતા-પુત્રો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.